29 August, 2026 06:35 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
પ્રો-ગોવિંદા લીગમાં નાગપુર નિન્જાએ સતત બીજી વાર બાજી મારી
મુંબઈમાં યોજાયેલી પ્રો-ગોવિંદા લીગની ચોથી સીઝનમાં નાગપુર નિન્જા (આર્યન્સ ગોવિંદા પથક)એ ૮ થર બનાવીને બાજી મારી લીધી હતી. તેમની જીતનું આ સળંગ બીજું વર્ષ છે. તેમને ૭૫ લાખ રૂપિયાનું કૅશ ઇનામ મળ્યું હતું. આ ઇનામ તેમને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકના હાથે આપવામાં આવ્યું હતું. બીજા ક્રમાંકે નાશિક રેન્જર્સ (જય જવાન ગોવિંદા પથક)ને ૫૦ લાખ અને ત્રીજા નંબરે આવનાર અલિબાગ નાઇટ્સને ૨૫ લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું.