શેર-એ-પંજાબ T20 લીગમાં નમન ધીરે ૬૪ બૉલમાં શાનદાર ૧૭૩ રન ફટકાર્યા

09 September, 2026 09:19 AM IST  |  Amritsar | Gujarati Mid-day Correspondent

શેર-એ-પંજાબ T20માં નમન ધીરે ૬૪ બૉલમાં ૧૬ ફોર અને ૧૨ સિક્સ સાથે ૧૭૩ રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી. અમૃતસર સૂરમાઝે મોહાલી કિંગ્સને ૬૭ રને હરાવ્યા.

નમન ધીર

શેર-એ-પંજાબ T20 લીગમાં ગઈ કાલે ૨૪ કલાકમાં સતત બીજી મૅચ રમી રહેલી અમૃતસર સૂરમાઝની ટીમ માટે કૅપ્ટન નમન ધીરે ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી. અમૃતસર સૂરમાઝે ૨૭૦-૭નો સ્કોર કર્યા પછી પૉઇન્ટ-ટેબલની નંબર વન ટીમ મોહાલી કિંગ્સને ૨૦ ઓવરમાં ૨૧૨-૯ના સ્કોરે રોકીને ૬૭ રને જીત નોંધાવી હતી. 
અમૃતસર સૂરમાઝ માટે ઓપનિંગમાં ઊતરીને નમન ધીરે ૨૭૦.૩૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ધમાલ મચાવી હતી. તેણે ૬૪ બૉલમાં ૧૬ ફોર અને ૧૨ સિક્સની મદદથી ૧૭૩ રન ઝૂડ્યા હતા. અભિષેક શર્મા આ મૅચમાં પાંચમા ક્રમે રમીને ૪ બૉલમાં બે સિક્સની મદદથી ૧૩ રન કરી શક્યો હતો.

t20 punjab amritsar abhishek sharma cricket news sports news sports