✕

નમન ધીર વર્ષ ૨૦૨૨માં ક્રિકેટ છોડીને કૅનેડા શિફ્ટ થવાનો હતો, પપ્પા-કોચની એક સલાહથી બદલાઈ ગયું જીવન

03 November, 2026 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નમનના પપ્પા એક મેડિકલ સ્ટોરમાં ૧૦ હજાર રૂપિયાની નોકરી કરતા, મમ્મી શિક્ષિકા.

ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં ઑલરાઉન્ડ પ્રદર્શન માટે ઇમ્પૅક્ટ પ્લેયર ઑફ ધ સિરીઝનો મેડલ જીત્યો નમન ધીર

પંજાબના ૨૬ વર્ષના ધુરંધર બૅટર નમન ધીરે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરીને થોડા જ સમયમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વર્ષે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં વાઇટ-બૉલ ફૉર્મેટમાં ડેબ્યુ કરીને નમન ધીરે બૅટ અને બૉલ બન્નેથી તરખાટ મચાવ્યો છે.

નમન ધીરે ૧૦ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૨૧૪.૬૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૭૬ રન કર્યા છે. ૩ વન-ડે મૅચમાંથી માત્ર એક મૅચમાં બૅટિંગ કરીને તેણે ૩૦ રન કર્યા હતા. ભારત માટે સ્પિન બોલિંગ કરીને તેણે T20માં પાંચ વિકેટ અને વન-ડેમાં એક વિકેટ પણ લીધી છે. 

હાલમાં પ્રતિભાશાળી ઑલરાઉન્ડર તરીકે ઓળખ મેળવનાર નમન ધીરે ૨૦૨૨માં ક્રિકેટ છોડવાનું વિચારી લીધું હતું. પંજાબ માટે જુનિયર લેવલે શાનદાર પ્રદર્શન કરવા છતાં તેને સિનિયર ટીમમાં સ્થાન નહોતું મળી રહ્યું. એ સમયે તેણે બે મોટી બહેનોની જેમ કૅનેડા શિફ્ટ થવાનું વિચાર્યું હતું. તેના પપ્પા એક મેડિકલ સ્ટોરમાં દસ હજારની નોકરી કરતા હતા અને મમ્મી એક શિક્ષિકા હતાં. 
નમન ધીરનાં બાળપણના એક દિવંગત કોચ અને પપ્પાએ તેને વધુ એક-બે વર્ષ ક્રિકેટમાં મહેનત કરવાની સલાહ આપીને કૅનેડા જતાં રોક્યો હતો. નમને ડિસેમ્બર ૨૦૨૨માં રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું. તેણે 

૨૦૨૩-’૨૪ની સીઝનમાં પંજાબને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતવામાં મદદ કરી હતી અને શેર-એ-પંજાબ T20 લીગમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

indian cricket team team india cricket news punjab mumbai indians ipl IPL 2024 sports sports news