રાયન ટેન ડૉચેટે નિવૃત્તિ લઈ લીધી

24 October, 2021 03:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેણે ૩૩ વન-ડેમાં પાંચ સદીની મદદથી ૧૫૪૧ રન બનાવ્યા હતા

રાયન ટેન ડૉચેટ

નેધરલૅન્ડ્સના ૪૧ વર્ષના ઑલરાઉન્ડર રાયન ટેન ડૉચેટે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ૩૩ વન-ડેમાં પાંચ સદીની મદદથી ૧૫૪૧ રન બનાવ્યા હતા અને પંચાવન વિકેટ લીધી હતી. ૨૪ ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં તેણે ૫૩૩ રન બનાવવા ઉપરાંત ૧૩ વિકેટ પણ લીધી હતી. શુક્રવારે શ્રીલંકા સામે નેધરલૅન્ડ્સની ટીમ જેમાં ૪૪ રનમાં આઉટ થઈ ગઈ એ મૅચ પહેલાં જ રાયને પોતાને એ મૅચની ઇલેવનમાંથી બહાર રહેવાનું પસંદ કર્યું હતું. તેણે આ વર્ષની શરૂઆતમાં જ જાહેર કર્યું હતું કે તે ટી૨૦ ટુર્નામેન્ટને અંતે રિટાયરમેન્ટ જાહેર કરી દેશે. તે આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમી ચૂક્યો છે.

sports sports news cricket news netherlands