ન્યુ ઝીલૅન્ડ બીજી ટેસ્ટ-મૅચ ૯ વિકેટે જીત્યું, કૅરિબિયનો સામે ૧-૦ની લીડ મેળવી લીધી

13 December, 2025 09:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-મૅચ જીતીને યજમાન ન્યુ ઝીલૅન્ડે ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. પહેલી ઇનિંગ્સમાં ૨૦૫ રન કરનાર કૅરિબિયનોએ બીજા દાવમાં ૪૬.૨ ઓવરમાં ૧૨૮ રને તમામ વિકેટ ગુમાવી દીધી હતી.

ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીએ બીજી ઇનિંગ્સમાં ૩૮ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

વેલિંગ્ટનમાં રમાયેલી બીજી 
ટેસ્ટ-મૅચ જીતીને યજમાન ન્યુ ઝીલૅન્ડે ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. પહેલી ઇનિંગ્સમાં ૨૦૫ રન કરનાર કૅરિબિયનોએ બીજા દાવમાં ૪૬.૨ ઓવરમાં ૧૨૮ રને તમામ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા દાવમાં ૨૭૮/૯નો સ્કોર કરનાર કિવીઓએ ૧૦ ઓવરમાં એક વિકેટે ૫૭ રન કરીને ૫૬ રનનો મામૂલી ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો હતો. પહેલી ટેસ્ટ-મૅચ ડ્રૉ ગઈ હતી.

પહેલી જીત સાથે ન્યુ ઝીલૅન્ડની ટૉપ-ફોરમાં એન્ટ્રી 
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની પહેલી સીઝનની ચૅમ્પિયન ટીમ ન્યુ ઝીલૅન્ડે ત્રીજી સીઝનમાં સૌથી મોડેથી શરૂઆત કરી પણ હાલમાં ટૉપ-ફોરમાં પહોંચી ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ-મૅચમાં એક જીત અને એક ડ્રૉ સાથે કિવીઓએ ૧૬ પૉઇન્ટ અને ૬૬.૬૭ની પૉઇન્ટ ટકાવારી સાથે પાકિસ્તાન અને ભારતને પાછળ ધકેલીને પૉઇન્ટ-ટેબલ પર ચોથું સ્થાન મેળવ્યું છે. 

new zealand cricket news sports news sports west indies