તેને મેસેજ કરું છું કે કાશ તું આ જોઈ શક્યો હોત: ઈશ સોઢી

27 February, 2026 11:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હું હજી પણ શેન વૉર્નને મારા બોલિંગના વિડિયો મોકલું છું, તેને મેસેજ કરું છું કે કાશ તું આ જોઈ શક્યો હોત: ઈશ સોઢી

ઈશ સોઢી અને શેન વૉર્ન

ભારતીય મૂળના ન્યુ ઝીલૅન્ડના લેગ-સ્પિનર ​​ઈશ સોઢીએ એક ઇન્ટરવ્યુમાં મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. વર્ષો પહેલાં રાજસ્થાન રૉયલ્સમાં ભૂતપૂર્વ મહાન સ્પિનર શેન વૉર્ન સાથે રમનાર ​​ઈશ સોઢી આજે પણ ઑસ્ટ્રેલિયાના એ દિવંગત ક્રિકેટરને પોતાના બોલિંગના વિડિયો મોકલીને મેસેજ કરે છે. ૩૩ વર્ષનો ઈશ સોઢી કહે છે, ‘તેણે મને IPL 2010 દરમ્યાન ફ્લિપર કેવી રીતે નાખવા એની યુક્તિઓ શીખવી હતી. હું આજે પણ મારા ફ્લિપર્સના વિડિયો શેન વૉર્નને મોકલું છું. હું તેને મેસેજ પણ કરું છું કે કાશ તું આ જોઈ શક્યો હોત. દેખીતી રીતે તેને એ વિડિયો મળી નથી રહ્યા. કદાચ તે કોઈક રીતે મારી બોલિંગને જોઈ પણ રહ્યો હોય. તે ભગવાન જેવો હતો. તે એક અદ્ભુત મેન્ટર હતો અને તેની આસપાસ રહેવું ખૂબ સરસ હતું. તે અદ્ભુત હતો.’ 

shane warne rajasthan royals cricket news australia new zealand sports news sports