૩૮ રનમાં ૭ વિકેટ ગુમાવીને કિવીઓ સાત રનથી હાર્યા

06 November, 2025 12:15 PM IST  |  Auckland | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝે પાંચ T20 મૅચની સિરીઝની જીત સાથે કરી શરૂઆત

ચેઝે ૨૮ રન કર્યા અને ૩ વિકેટ લીધી હતી

ન્યુ ઝીલૅન્ડ-ટૂરની શરૂઆત જીત સાથે કરી છે વેસ્ટ ઇન્ડીઝે. વિન્ડીઝે પાંચ T20 મૅચની સિરીઝની ગઈ કાલે રમાયેલી પ્રથમ અને રોમાંચક મૅચમાં ૭ રનથી જીત મેળવી હતી.

વેસ્ટ ઇન્ડીઝે કૅપ્ટન શાઈ હૉપના ૩૯ બૉલમાં ૫૩ અને રોવમન પૉવેલના ૨૩ બૉલમાં ૩૩ બાદ રોસ્ટન ચેઝના ઉપયોગી ૨૭ બૉલમાં ૨૮ રનને લીધે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા. કિવી ટીમ એક સમયે નવમી ઓવરમાં બે વિકેટે ૭૦ રન બનાવીને જીતની રાહ પર ચાલી રહી પણ ત્યાર બાદ ૩૮ રનમાં ૭ વિકેટ ગુમાવતાં ટીમનો સ્કોર ૯ વિકેટે ૧૦૭ રન થયો હતો અને મોટી હારનો ખતરો તોળાઈ રહ્યો હતો. કૅપ્ટન મિચલ સૅન્ટનર ૨૮ બૉલમાં બે સિક્સર અને ૮ ફોર સાથે જોર લગાવવા છતાં ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૭ રન સુધી જ પહોંચી શક્યો હતો અને કિવીઓ જીતથી માત્ર ૭ રન દૂર રહી ગયા હતા.

રોસ્ટન ચેઝ ૨૮ રન અને ૨૬ રનમાં ૩ વિકેટના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. બીજી મૅચ આજે ઓકલૅન્ડમાં જ સવારે ૧૧.૪૫ વાગ્યે રમાશે.

new zealand west indies wt20 world t20 t20 international t20 cricket news sports sports news