કૅરિબિયનો સામે પહેલા દાવમાં કિવીઓ ૨૭૮ રને અટક્યા

12 December, 2025 12:46 PM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

યજમાને ૪૧ રનની લીડ જાળવી રાખી

ડેવોન કૉન્વેએ ૬૦ રન ફટકાર્યા હતા

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ-મૅચના બીજા દિવસે ન્યુ ઝીલૅન્ડે ૪૧ રનની લીડ જાળવી રાખી હતી. વેસ્ટ ઇન્ડીઝના પહેલા દાવના ૨૦૫ રન સામે ન્યુ ઝીલૅન્ડે બે શાનદાર વ્યક્તિગત ફિફ્ટીના આધારે ૭૪.૪ ઓવરમાં ૯ વિકેટે ૨૭૮ રન કર્યા હતા. બીજા દિવસના અંતે કૅરિબિયન ટીમે ૧૦ ઓવરમાં ૩૨ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. 

new zealand west indies test cricket cricket news sports sports news