18 July, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૦ ઓવરમાં બાવન આપીને ૪ વિકેટ લેનાર કિવી સ્પિનર જેડેન લેનૉક્સ બન્યો હતો પ્લેયર ઑફ ધ મૅચ.
વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી વન-ડે મૅચ ૭ વિકેટે હાર્યા બાદ બૅક-ટુ-બૅક મૅચ જીતીને ન્યુ ઝીલૅન્ડે પાંચ વન-ડે મૅચની સિરીઝમાં શાનદાર કમબૅક કર્યું છે. ન્યુ ઝીલૅન્ડે બીજી મૅચમાં પાંચ વિકેટ અને ત્રીજી મૅચમાં ૬ વિકેટની જીત સાથે ૨-૧થી સિરીઝમાં લીડ મેળવી લીધી છે. બાકીની બે મૅચ ૧૯ જુલાઈ અને ૨૨ જુલાઈએ રમાશે.
ત્રીજી વન-ડે મૅચમાં યજમાન વેસ્ટ ઇન્ડીઝે ૩૭. ૧ ઓવરમાં તમામ વિકેટ ૧૪૦ રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. જવાબમાં ન્યુ ઝીલૅન્ડે ૩૯. ૩ ઓવરમાં ૪ વિકેટના નુકસાન સાથે ૧૪૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. સ્પિનર જેડેન લેનૉક્સ બીજી મૅચમાં પાંચ વિકેટ અને ત્રીજી મૅચમાં ચાર વિકેટ લઈને બૅક-ટુ-બૅક પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો.