સોફી ડિવાઇન અને મેલી કેરના તરખાટ સામે સાઉથ આફ્રિકન મહિલા ટીમને મળી કારમી હાર

16 March, 2026 12:14 PM IST  |  Mount Maunganui | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડે ૮૦  રનની જીત સાથે પાંચ T20 મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે

સોફી ડિવાઇને ચાર ઓવરમાં માત્ર ૧૨ રન આપીને ૪ વિકેટ લીધી

ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ વચ્ચેનો દુર્લભ ડબલ હેડર ગઈ કાલે મહિલા ટીમની ટક્કરથી શરૂ થઈ હતી. ન્યુ ઝીલૅન્ડે ૮૦  રનની જીત સાથે પાંચ T20 મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. કૅપ્ટન મેલી કેરે ૧૧ ફોર અને બે સિક્સની મદદથી ૪૪  બૉલમાં ૭૮  રનની ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૭ વિકેટે ૧૯૦ રન  સુધી પહોંચાડ્યો હતો. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર સોફી ડિવાઇને ચાર ઓવરના સ્પેલમાં માત્ર ૧૨ રન આપીને ૪ વિકેટ લઈને સાઉથ આફ્રિકાને ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૧૦ રન સુધી સીમિત રાખી હતી.

બન્ને ટીમ વચ્ચે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મૅચ પહેલી T20 રમાઈ રહી હતી. ડિફેન્ડિંગ વર્લ્ડ કપ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડની ટીમ સાઉથ આફ્રિકા સામે ૧૮માંથી ૧૩ મૅચ જીત્યું છે. માત્ર ૪ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

new zealand south africa t20 wt20 t20 international world t20 cricket news sports sports news