ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર્સ અને સંજોગો ભારત માટે ફાઇનલમાં છે પડકારરૂપ : આગરકર

11 June, 2021 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકરે ન્યુ ઝીલૅન્ડ સામેની આગામી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ દરમ્યાન વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ સામે આવનારા પડકારની વાત કરી છે.

અજિત આગરકર

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકરે ન્યુ ઝીલૅન્ડ સામેની આગામી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ દરમ્યાન વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ સામે આવનારા પડકારની વાત કરી છે. ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉધી રાઇટી બૅટ્સમેનો માટે મુશ્કેલીનું કારણ બનશે, પરંતુ આગરકરના મતે કાઇલ જેમિસનનો સામનો કરવામાં એક અલગ પ્રકારનો ખતરો હશે. સ્ટાર સ્પોર્ટ્સના શો ગેમ પ્લાનમાં ચર્ચા કરતાં તેણે કહ્યું હતું કે ન્યુ ઝીલૅન્ડની ટીમમાં ચોક્કસ ઘણી વિવિધતાઓ છે. મારો કહેવાનો અર્થ એવો છે કે તમે જેમિસનને જુઓ, તે એક ઊંચા કદનો યુવક છે. એક અલગ પ્રકારનો પડકાર છે. બોલ્ટ અને સાઉધી બન્ને બોલિંગ કરશે. એકનો બૉલ તમારી નજીક આવશે તો બીજાનો બૉલ રાઇટી બૅટ્સમૅન તરીકે તમારાથી દૂર જશે. પછી વૅગનર જ્યારે બૉલ સીમ અને સ્વિંગ ન થાય ત્યારે આવે છે અને કંઈક અલગ કરે છે અને આવું વારંવાર કરે છે એથી પડકાર કંઈક અલગ છે. 

ભારતના આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે ઇંગ્લૅન્ડની પરિસ્થિતિ ન્યુ ઝીલૅન્ડના પક્ષમાં હોવાની શક્યતા વધુ છે, કારણ કે કોહલીની ટીમે ઘરથી દૂર હાલમાં કોઈ ટેસ્ટ રમી નથી. વળી ઇંગ્લૅન્ડમાં જે પ્રકારનું વાતાવરણ છે એવું જ વાતાવરણ ન્યુ ઝીલૅન્ડમાં પણ છે. જે ડ્યુક બોલ માટે સારું છે અને એ ચારે તરફ સ્વિંગ કરે છે.  

ajit agarkar cricket news sports news sports new zealand england india