News In Short: સિતાંશુ કોટક ઇન્ડિયા ‘એ’ ટીમનો કોચ

29 November, 2022 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે બે દાયકાની લાંબી કરીઅરમાં ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં કુલ ૮૦૬૧ રન બનાવ્યા છે

સિતાંશુ કોટક

સિતાંશુ કોટક ઇન્ડિયા ‘એ’ ટીમનો કોચ

સૌરાષ્ટ્રના પીઢ બૅટર સિતાંશુ કોટકને બંગલાદેશના પ્રવાસમાં ઇન્ડિયા ‘એ’ ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેઓ બૅન્ગલોરની એનસીએમાં બૅટિંગ-કોચ છે અને હવે તેમને નવી જવાબદારી સોંપાઈ છે. તેમણે બે દાયકાની લાંબી કરીઅરમાં ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં કુલ ૮૦૬૧ રન બનાવ્યા છે. વીવીએસ લક્ષ્મણની ગેરહાજરીમાં કોટક બંગલાદેશની ટૂરમાં ભારતની ‘એ’ ટીમને કોચિંગ આપશે.

ક્રિકેટનો ઓવરડોઝ થઈ રહ્યો છે : સ્ટીવ વૉ

પાટનગર દિલ્હીથી મળતા અહેવાલ મુજબ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વૉએ કહ્યું કે ‘આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટનો ઓવરડોઝ થયો છે. ક્રિકેટનું શેડ્યુલ એટલું બધું બિઝી છે કે એ મૅચો વિશે પ્લાનિંગ કરવાનું પ્રેક્ષકો માટે મુશ્કેલ થઈ ગયું છે. જુઓને, ટી૨૦ વર્લ્ડ કપ પછી ઇંગ્લૅન્ડ સામેની ત્રણ વન-ડેનું ખાસ કોઈ મહત્ત્વ જ નહોતું. એ સિરીઝ જ શા માટે રખાઈ હતી એ જ નથી સમજાતું. મોટી સંખ્યામાં લોકો એ મૅચો જોવા નહોતા ગયા.’

પૃથ્વી શૉ મારા મતે ટીમ ઇન્ડિયાનો ભાવિ કૅપ્ટન : ગૌતમ ગંભીર

ભૂતપૂર્વ ભારતીય બૅટર ગૌતમ ગંભીરે કહ્યું છે કે ‘મારા મતે મુંબઈનો અને દિલ્હી કૅપિટલ્સનો બૅટર પૃથ્વી શૉ ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બનશે. મને લાગે છે કે પૃથ્વી ભવિષ્યમાં ટી૨૦માં હાર્દિક પંડ્યા સાથે ભારતીય ટીમની કમાન સંભાળશે. પૃથ્વી અગ્રેસિવ અને સફળ કૅપ્ટન બની શકે એમ છે.’ પૃથ્વીએ ૨૦૧૮માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને ભારતને અન્ડર-19 વર્લ્ડ કપની ટ્રોફી અપાવી હતી.

sports news sports cricket news indian cricket team