ઓહ માય ગૉડ, રોહિત, તું તો એકદમ યંગ બૉય લાગે છે

28 March, 2026 04:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સની તૈયારી જોવા પહોંચેલાં ઓનર નીતા અંબાણીએ કહ્યું...મુંબઈ ઇન્ડિયન્સના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર હાલમાં ટીમનાં ઓનર નીતા અંબાણીનો વિડિયો શૅર કરવામાં આવ્યો છે.

ઓહ માય ગૉડ, રોહિત, તું તો એકદમ યંગ બૉય લાગે છે

મુંબઈ ઇન્ડિયન્સના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર હાલમાં ટીમનાં ઓનર નીતા અંબાણીનો વિડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં નીતા અંબાણી વાનખેડે સ્ટેડિયમમાં IPL 2026 માટે પ્રૅક્ટિસ કરી રહેલા ખેલાડીઓ સાથે વાતચીત કરતાં જોવા મળ્યાં હતાં. આવતી કાલે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં જ મુંબઈના અભિયાનની શરૂઆત થશે. 
નીતા અંબાણીએ હેલ્મેટ પહેરીને ઊભેલા રોહિત શર્માને જોઈને કહ્યું હતું કે ‘ઓહ માય ગૉડ, રોહિત, હું તને ઓળખી ન શકી... તું એકદમ યંગ બૉય લાગે છે.’ 
વન-ડે વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને રોહિત શર્માએ ૧૧ કિલોથી વધુ વજન ઉતારી દીધું છે. 

rohit sharma nita ambani mumbai indians IPL 2026 indian premier league cricket news sports news sports