03 November, 2026 10:16 AM IST | Afghanistan | Gujarati Mid-day Correspondent
૩.૩ ઓવરમાં માત્ર ૧૩ રન આપીને પાંચ વિકેટ લીધી નૂર અહમદે
અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વે સામે ૮ T20 સિરીઝ રમી છે અને સાતમી વખત ક્લીન સ્વીપ નોંધાવી છે. શારજાહમાં ત્રીજી T20 મૅચમાં અફઘાનિસ્તાને ૭ વિકેટે જીત મેળવી હતી. ઝિમ્બાબ્વે ૧૪.૩ ઓવરમાં પોતાના બીજા સૌથી ઓછા સ્કોર ૭૯ રને ઑલઆઉટ થયું હતું. જવાબમાં અફઘાનિસ્તાને ૮.૧ ઓવરમાં ૮૧-૩નો સ્કોર કરીને ૮૦ રનનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો.
ત્રીજી મૅચમાં ૨૧ વર્ષનો સ્પિનર નૂર અહમદ હીરો બન્યો હતો. ૩.૩ ઓવરમાં ૧૩ રન આપીને T20 ઇન્ટરનૅશનલમાં તેણે પહેલી વખત પાંચ વિકેટ લીધી હતી. T20 ક્રિકેટમાં તે આવી કમાલ બે વખત કરી ચૂક્યો છે. નૂરે મોટા ભાગની વિકેટ મિડલ ઑર્ડરની લીધી હતી. ઝિમ્બાબ્વેએ અંતિમ પાંચ વિકેટ ૨૦ રનની અંદર ગુમાવી હતી.