08 March, 2026 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મેદાન પર પત્રકારોના સવાલોનો જવાબ આપતો ગ્લેન ફિલિપ્સ.
ગ્લેન ફિલિપ્સે વધુમાં કહ્યું હતું કે ‘જસપ્રીત બુમરાહ પણ માણસ છે. બાકીના લોકોની જેમ તેનો પણ ખરાબ દિવસ આવી શકે છે. એથી આશા છે કે અમારો તેની સામે સારો દિવસ રહેશે. ભારતમાંથી જે પ્રતિભા બહાર આવે છે એ જબરદસ્ત છે. આટલી ઓછી વસ્તી ધરાવતા દેશમાંથી આવતા હોવા છતાં ભારત જેવી વિશ્વની મોટી ટીમ સાથે સ્પર્ધા કરવી અમારા માટે ખૂબ સારી વાત છે.’
ન્યુ ઝીલૅન્ડ કરતાં ૪૦ લાખ વધુ વસ્તી ધરાવે છે અમદાવાદ
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચનું યજમાન ૯૦ લાખની વસ્તી ધરાવે છે જે આખા ન્યુ ઝીલૅન્ડ દેશની વસ્તી કરતાં ૪૦ લાખ વધારે છે. ન્યુ ઝીલૅન્ડમાં આશરે ૫૩.૬ લાખ લોકો રહે છે.