11 February, 2025 08:40 AM IST | Cuttack | Gujarati Mid-day Correspondent
ફ્લડલાઇટ ટાવરનો પાવર જતો રહેતાં મૅચ ઑલમોસ્ટ અડધા કલાક માટે રોકવી પડી હતી
કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી વન-ડે મૅચ દરમ્યાન ખામીયુક્ત ફ્લડલાઇટને કારણે થયેલા વિક્ષેપ મામલે ઓડિશા સરકારે કારણ બતાવો નોટિસ ફટકારી છે. ઓડિશા ક્રિકેટ અસોસિએશને ૧૦ દિવસની અંદર સરકારને આ મામલે જવાબ આપવો પડશે. એક ફ્લડલાઇટ ટાવરનો પાવર જતો રહેતાં મૅચ ઑલમોસ્ટ અડધા કલાક માટે રોકવી પડી હતી. સરકારે આવી ભૂલો માટે જવાબદાર વ્યક્તિઓ અને એજન્સીઓનાં નામ આપવાનો પણ નિર્દેશ કર્યો છે.