31 December, 2025 10:36 AM IST | Muscat | Gujarati Mid-day Correspondent
ઓમાનનો કૅપ્ટન જતિન્દર સિંહ
મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ઓમાન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ વર્ષે T20 એશિયા કપમાં રમેલી ટીમમાંથી પાંચ પ્લેયર્સને બદલીને આ ટીમ તૈયાર કરવામાં આવી છે. ઓમાનની ટીમ શ્રીલંકા, ઝિમ્બાબ્વે, આયરલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સાથે ગ્રુપ Bમાં સામેલ છે.
T20 વર્લ્ડ કપ 2024ની ઓમાન ટીમમાં સ્થાન ન મેળવી શક્યો હતો એવો પંજાબનો ૩૬ વર્ષનો જતિન્દર સિંહ આ વર્ષે ટીમનું નેતૃત્વ કરશે.
T20 એશિયા કપમાં પણ આ વિકેટકીપર-બૅટર ઓમાનનો કૅપ્ટન હતો. ઉત્તર પ્રદેશના ૩૧ વર્ષના વિકેટકીપર-બૅટર વિનાયક શુક્લાને વાઇસ-કૅપ્ટનની જવાબદારી મળી છે.