ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ જીતવાની હૅટ-ટ્રિક કરી મુંબઈની માલિકીવાળી ટીમે

02 September, 2025 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ઇન્ડિયન્સની માલિકીવાળી આ ટીમે છેલ્લી ત્રણ સીઝનમાં ૨૧ જીત અને પાંચ હાર સાથે એક ટાઈ મૅચ રમીને ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

ધ હન્ડ્રેડ 2025 મેન્સ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં ઓવલ ઇન્વિ​ન્સિબલ્સ ૨૬ રને ટ્રેન્ટ રૉકેટ્સને હરાવીને ચૅમ્પિયન

ધ હન્ડ્રેડ 2025 મેન્સ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં ઓવલ ઇન્વિ​ન્સિબલ્સ ૨૬ રને ટ્રેન્ટ રૉકેટ્સને હરાવીને ચૅમ્પિયન બન્યું છે. વર્ષ ૨૦૨૧થી રમાતી વિમેન્સ અને મેન્સ કૅટેગરીની આ ટુર્નામેન્ટમાં પહેલી વખત કોઈ ટીમે ચૅમ્પિયન બનવાની હૅટ-ટ્રિક કરી છે. મુંબઈ ઇન્ડિયન્સની માલિકીવાળી આ ટીમે છેલ્લી ત્રણ સીઝનમાં ૨૧ જીત અને પાંચ હાર સાથે એક ટાઈ મૅચ રમીને ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

champions trophy mumbai indians sports sports news england united kingdom cricket news