ઇંગ્લિશ સ્પિનરો સામે ઝૂક્યું પાકિસ્તાન

20 July, 2021 12:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી ટી૨૦માં ૩૧ રનની હારનો બદલો ઇંગ્લૅન્ડે રવિવારે બીજી ટી૨૦ મૅચ ૪૫ રનથી જીતીને લઈ લીધો હતો અને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૧થી બરોબરી કરી લીધી હતી.

પ્રતીકાત્મક તસવીર

પહેલી ટી૨૦માં ૩૧ રનની હારનો બદલો ઇંગ્લૅન્ડે રવિવારે બીજી ટી૨૦ મૅચ ૪૫ રનથી જીતીને લઈ લીધો હતો અને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૧થી બરોબરી કરી લીધી હતી. શુક્રવારે પહેલી મૅચમાં કમાલના ખીલનાર પાકિસ્તાની બૅટ્સમેનો ઇંગ્લૅન્ડની સ્પિન ત્રિપૂટી મોઇન અલી (૩૨ રનમાં બે), આદિલ રાશિદ (૩૦ રનમાં બે) અને મૅટ પાર્કિન્સન (૨૫ રનમાં એક) સામે ફસડાઈ પડ્યા હતા. 
પાકિસ્તાને ટૉસ જીતીને ઇંગ્લૅન્ડને પહેલાં બૅટિંગ આપવાનો સાહસભર્યો નિર્ણય લીધો હતો. ઇંગ્લૅન્ડે કૅપ્ટન જોસ બટલરની ૩૯ બૉલમાં ૫૯ રનની ધમાકેદાર ઇનિંગ્સ અને મોઇન અલીના ૩૬ તથા લિઆમ લિવિંગસ્ટોનના ઉપયોગી ૩૮ રનની મદદથી ૨૦૦ રન બનાવ્યા હતા. ૨૦૧ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાને ૫૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે મજબૂત શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ શાદાબ ખાનના ૨૨ બૉલમાં અણનમ ૩૬ રન સિવાય કોઈ ઝાઝું ટકી ન શકતાં ૯ વિકેટે ૧૫૫ રન જ બનાવી શક્યા હતા. 
ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ મોઇન અલી મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. 

sports news cricket news