પલાશ મુચ્છલે સ્મૃતિ માન્ધનાને દગો આપ્યો? પલાશની અન્ય મહિલા સાથેની ચેટ્સ થઈ વાયરલ

25 November, 2025 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Palash Muchhal Cheating on Smriti Mandhana: અચાનક લગ્ન રદ થયા પછી હવે લગ્નમાં એક ચોંકાવનારો ટ્વિસ્ટ આવ્યો છે. લગ્ન મુલતવી રાખવામાં આવ્યા ત્યારથી પલાશની એક મહિલા સાથેની કથિત ફ્લર્ટી ચેટ્સના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા (રેડિટ) પર વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ ચેટ્સનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ માન્ધના અને સંગીતકાર-ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. લગ્ન 23 નવેમ્બરના રોજ સાંગલીમાં એક ખાનગી સમારોહમાં યોજાવાના હતા. લગ્ન પહેલાના સમારોહ પૂરજોશમાં ચાલી રહ્યા હતા, ત્યારે સ્મૃતિના પિતા શ્રીનિવાસ માન્ધનાને સંગીત દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. પલાશની બહેન અને ગાયિકા પલક મુચ્છલ અને સ્મૃતિના મેનેજર તુહિન મિશ્રાએ પુષ્ટિ આપી હતી કે લગ્ન તેના પિતા સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે.

પરંતુ અચાનક લગ્ન રદ થયા પછી હવે લગ્નમાં એક ચોંકાવનારો ટ્વિસ્ટ આવ્યો છે. લગ્ન મુલતવી રાખવામાં આવ્યા ત્યારથી પલાશની એક મહિલા સાથેની કથિત ફ્લર્ટી ચેટ્સના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા (રેડિટ) પર વાયરલ થઈ રહ્યા છે.

24 નવેમ્બરના રોજ, પલાશની બહેન, ગાયિકા પલક મુચ્છલે, તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્ન મુલતવી રાખવાની જાહેરાત કરી અને પરિવાર માટે પ્રાઈવસી વિનંતી કરી. તેના થોડા સમય પછી, સ્ક્રીનશોટ રેડિટ પર વાયરલ થયા, જેના કારણે હોબાળો મચી ગયો.

સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે
મેરી ડી`કોસ્ટા નામની એક મહિલાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પલાશ સાથેની ચેટના સ્ક્રીનશોટર કર્યા. ચેટમાં, પલાશ સ્મૃતિ સાથેના તેના `લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ` અને તેમના ટૂર્સ વિશે ખુલ્લેઆમ ચર્ચા કરતો જોવા મળ્યો. તેણે મેરીની પ્રશંસા કરી, તેને સ્વિમિંગ, સ્પા અને સવારે 5 વાગ્યે મુંબઈના વર્સોવા બીચ પર મળવાનું આમંત્રણ આપ્યું. જ્યારે મેરીએ પૂછ્યું કે શું તે સ્મૃતિને પ્રેમ કરે છે, ત્યારે પલાશે જવાબ ટાળ્યો.

શું પલાશ મુચ્છલે સ્મૃતિ માન્ધના સાથે છેતરપિંડી કરી હતી?
આ ઝડપથી રેડિટ થ્રેડ પર વાયરલ થઈ ગયા. કેટલાક યુઝર્સ દાવો કરે છે કે લગ્નની ઉજવણી દરમિયાન પલાશનો કોરિયોગ્રાફર સાથે અફેર હતો, જે વાસ્તવિક કારણ હોઈ શકે છે. પલાશની સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી, જ્યારે અન્ય લોકોએ તેને આ સંવેદનશીલ સમયમાં તેના પરિવારને એકલા છોડી દેવાની વિનંતી કરી. એક રેડિટ યુઝરે લખ્યું, "સ્મૃતિ એક મજબૂત મહિલા છે જેણે વર્લ્ડ કપ જીત્યો છે, પરંતુ આ વિશ્વાસઘાત સહન કરવો મુશ્કેલ હશે."

સ્મૃતિએ પલાશ સાથેની સગાઈની પોસ્ટ ડિલીટ કરી
પલાશ મુચ્છલે સ્મૃતિને ફિલ્મી શૈલીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર લઈ જઈને પ્રપોઝ કર્યું. બંનેએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શર કર્યો. સ્મૃતિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શર કરેલા બીજા ફોટામાં તે તેની સગાઈની વીંટી બતાવતી જોવા મળી રહી છે. જો કે, આ બધી પોસ્ટ હવે સ્મૃતિ માન્ધનાના એકાઉન્ટમાંથી ગાયબ છે. તેના અને પલાશના કેટલાક ફોટા હજી પણ તેના ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે, પરંતુ સગાઈની પોસ્ટ ગાયબ છે. સ્મૃતિના આ પગલાથી તેના ચાહકો ચિંતામાં મુકાયા છે, જેઓ પૂછી રહ્યા છે કે શું તેમની વચ્ચે બધું બરાબર છે. જો કે, બંનેમાંથી કોઈએ હજી સુધી આ બાબતે કંઈ કહ્યું નથી.

પલાશ મુચ્છલ અને સ્મૃતિએ ત્રણ દિવસ પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ફિલ્મી શૈલીમાં સ્મૃતિને પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો. પલાશે એક ઘૂંટણિયે પડીને સ્મૃતિની આંગળીમાં વીંટી પહેરાવી, તેને ફૂલોનો મોટો ગુલદસ્તો આપ્યો. માન્ધનાપ્રસ્તાવથી આશ્ચર્યચકિત થઈ ગઈ અને બાદમાં તેણે પલાશની આંગળીમાં પણ વીંટી પહેરાવી. આ ફિલ્મી પ્રસ્તાવની વ્યાપક ચર્ચા થઈ હતી, અને આ દંપતીને તમામ ક્ષેત્રો તરફથી અભિનંદન મળ્યા હતા. જો કે, હવે જ્યારે સ્મૃતિએ પોસ્ટ ડિલીટ કરી દીધી છે, ત્યારે મામલો જટિલ લાગે છે. ઘણા યુઝર્સ ટિપ્પણી કરી રહ્યા છે અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

smriti mandhana social media viral videos sex and relationships relationships cricket news celebrity wedding sports news