20 April, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૅટ કમિન્સ, બેકી કમિન્સ
IPL 2024ની રનરઅપ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્તમાન સીઝનમાં સઘર્ષ કરી રહી છે. ટીમ તેની સાતમાંથી માત્ર બે મૅચ જીતી છે. આ બધા વચ્ચે હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ પોતાની પત્ની અને ફૅમિલી સાથે ઑસ્ટ્રેલિયા ઊપડી રહ્યો છે એવા ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. તેની પત્ની બેકી કમિન્સે મુંબઈ ઍરપોર્ટ પરથી બૅગ અને પતિ સાથેના ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘ગુડબાય ઇન્ડિયા, અમને આ સુંદર દેશની મુલાકાત લેવાનું ખૂબ ગમ્યું.’
૧૭ એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે હારનારી આ ટીમની આગામી મૅચ તેમના હોમ ગ્રાઉન્ડ પર ૨૩ એપ્રિલે મુંબઈ સામે જ છે. એ પહેલાં પૅટ કમિન્સે ઑસ્ટ્રેલિયા જઈને આરામ કરવાનો નિર્ણય કર્યો હોય એવી સંભાવના છે.