✕

પૅટ કમિન્સનો પત્ની સાથેનો ઘરકંકાસ જગજાહેર થયો

13 November, 2026 09:57 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ક્રિકેટર ઉસ્માન ખ્વાજા દ્વારા કરવામાં આવેલા બૉલ-ટૅમ્પરિંગના ખુલાસા પછી ૮ વર્ષ જૂની ઑસ્ટ્રેલિયન ટેસ્ટ-ટીમના તમામ પ્લેયર્સ ચર્ચામાં આવી ગયા છે. આજે શુક્રવારે પૅટ કમિન્સ આ મામલે મીડિયા સામે પોતાની વાત રજૂ કરશે.

પૅટ કમિન્સ અને તેની પત્ની

ધી ઑસ્ટ્રેલિયન મીડિયા હાઉસ દ્વારા ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ટેસ્ટ-કૅપ્ટન પૅટ કમિન્સનો ચોંકાવનારો વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં સિડનીના ઘરની બહાર પૅટ કમિન્સ પોતાની પત્ની બેકી સાથે ઉગ્ર દલીલો કરતો જોવા મળ્યો હતો.

બન્ને વચ્ચે કયા વિષય પર દલીલ થઈ રહી હતી એ જાણી શકાયું નથી. વિડિયોમાં બેકી વાતચીત દરમ્યાન ખૂબ જ ગુસ્સામાં હાથથી ઇશારા કરતી જોવા મળી હતી. આ વિડિયો વાઇરલ થયાના થોડા કલાકો પછી બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર ‘માય લવ’ કૅપ્શન સાથે એકબીજાનો ફોટો શૅર કર્યો હતો.

ભૂતપૂર્વ ક્રિકેટર ઉસ્માન ખ્વાજા દ્વારા કરવામાં આવેલા બૉલ-ટૅમ્પરિંગના ખુલાસા પછી ૮ વર્ષ જૂની ઑસ્ટ્રેલિયન ટેસ્ટ-ટીમના તમામ પ્લેયર્સ ચર્ચામાં આવી ગયા છે. આજે શુક્રવારે પૅટ કમિન્સ આ મામલે મીડિયા સામે પોતાની વાત રજૂ કરશે.

pat cummins sydney viral videos social media australia cricket news international news sports news sports