આજથી ‌ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) સમાજની T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૬મી સીઝનનો પ્રારંભ

01 March, 2026 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્યાર બાદ ૧ વાગ્યે બીજી મૅચમાં ભીલોડા અને રીંટોડા-પુનાસણ વચ્ચે મુકાબલો થશે. બાંખોરની ટીમ માટે રેસ્ટ ડે રહેશે. જ્ઞાતિજનો અને ક્રિકેટપ્રેમીઓ બધી મૅચો યુટ્યુબ પર લાઇવ પણ માણી શકશે. 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી ક્રિકેટ ફોરમ દ્વારા આયોજિત ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) જ્ઞાતિજનો માટેની T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૬મી સીઝનનો આજથી આરંભ થઈ રહ્યો છે. આ લેધર બૉલ ટુર્નામેન્ટમાં આ વર્ષે પણ પેઢમાલા (કૅપ્ટન-પ્રફુલ ઉપાધ્યાય), બામણા (કૅપ્ટન-કશ્યપ ઠાકર), ભીલોડા (કૅપ્ટન-સંદીપ-સૅન્ડી ત્રિવેદી), રીંટોડા-પુનાસણ (કૅપ્ટન-પ્રફુલ ઉપાધ્યાય) અને બાંખોર (કૅપ્ટન-શમ્મી ઉપાધ્યાય) મળીને કુલ પાંચ ટીમ રમી રહી છે. વેસ્ટર્ન રેલવે ગ્રાઉન્ડ, પ્લૉટ-નંબર ૩, ક્રૉસ મેદાન, ચર્ચગેટમાં આજે સવારે ૯.૩૦ વાગ્યે મહાનુભાવો, સ્પૉન્સર્સ, મહેમાનો અને ખેલાડીઓની હાજરીમાં ભવ્ય ઓપનિંગ સેરેમની બાદ ૧૦ વાગ્યે પ્રથમ મૅચમાં પેઢમાલા અને બામણા વચ્ચે પ્રથમ ટક્કરથી સીઝનની શરૂઆત થશે. ત્યાર બાદ ૧ વાગ્યે બીજી મૅચમાં ભીલોડા અને રીંટોડા-પુનાસણ વચ્ચે મુકાબલો થશે. બાંખોરની ટીમ માટે રેસ્ટ ડે રહેશે. જ્ઞાતિજનો અને ક્રિકેટપ્રેમીઓ બધી મૅચો યુટ્યુબ પર લાઇવ પણ માણી શકશે. 

gujarati community news gujaratis of mumbai cricket news sports news sports