12 December, 2025 02:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન અને આર અશ્વિન
સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝ દરમ્યાન ભારતીય ટીમ મૅનેજમેન્ટ T20 વર્લ્ડ કપ માટે બેસ્ટ કૉમ્બિનેશન શોધી રહ્યું છે. જોકે આ દરમ્યાન કેટલાક ટૅલન્ટેડ પ્લેયર્સને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. કટકની T20 મૅચમાં વિકેટકીપર-બૅટર સંજુ સૅમસનની ગેરહાજરી વિશે ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને મોટી કમેન્ટ કરી છે.
અશ્વિને કહ્યું હતું કે ‘જ્યારે પણ સંજુને ટીમમાંથી બહાર કરવામાં આવે છે ત્યારે હંમેશાં ચર્ચા થાય છે. તેને યોગ્ય તક મળી કે નહીં એ વિશે પ્રશ્નો હોય છે. હું માનું છું કે શુભમન ગિલ વાઇસ-કૅપ્ટન તરીકે ટીમમાં આવ્યો હોવાથી સંજુની પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી હંમેશાં મુશ્કેલ રહેશે. સંજુ નંબર પાંચ પર વધુ રમ્યો નથી અને જિતેશ શર્મા તેની ફિનિશિંગ ક્ષમતાને કારણે ટીમમાં છે. સંજુને નંબર ૩ પર રમાડો, તેનો સ્પિન સામે ઉપયોગ કરો.’