23 August, 2026 04:06 PM IST | Helsinki | Gujarati Mid-day Correspondent
૨૬ મૅચથી અજેય સ્પેનનો વિજયરથ રોક્યો પોર્ટુગલે
T20 વર્લ્ડ કપ યુરોપ સબ-રીજનલ ટુર્નામેન્ટ જીત્યું. પોર્ટુગલે સ્પેનને ૫૭ રનથી હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ યુરોપ સબ-રીજનલ ગ્રુપ Cની ફાઇનલ જીતી લીધી છે. ૧૬૦/૬નો સ્કોર કર્યા બાદ સ્પેનને ૧૦૩ રનમાં ઑલઆઉટ કરીને પોર્ટુગલે યુરોપ ક્વૉલિફાયર 2027માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. ફાઇનલ મૅચ પહેલાં સ્પેનની ટીમ સતત ૨૬ T20 મૅચથી અજેય હતી.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મૉયઝઝ ઑન્રીક્સે થોડા સમય પહેલાં જ પોર્ટુગલ માટે રમવાનો નિર્ણય લઈને ટીમની કમાન સંભાળી હતી. ૩૯ વર્ષના મૉયઝઝે પોતાના વતનની ટીમ માટે ચાર મૅચમાં એક સદી અને એક ફિફ્ટીના આધારે ૧૯૬ રન ઝૂડ્યા હતા.