13 July, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિન્સ યાદવ, રવિ બિશ્નોઈ
ટીમ ઇન્ડિયાની આગામી ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ અને ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણાના સ્થાને પ્રિન્સ યાદવ અને સ્પિનર વરુણ ચક્રવર્તીના સ્થાને રવિ બિશ્નોઈને સ્ક્વૉડમાં એન્ટ્રી મળી છે.
હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીને ટ્રેન્ટ બ્રિજમાં ત્રીજી T20 મૅચ દરમ્યાન અનુક્રમે જમણા અને ડાબા પગમાં હૅમસ્ટ્રિંગ ઇન્જરી થઈ હતી. બન્ને ખેલાડીઓ હવે બૅન્ગલોરમાં સેન્ટર ઑફ ઍક્સેલન્સમાં ફિટ થવા પહોંચશે.