પૃથ્વી શૉએ IPL 2026 પહેલાં જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી

09 March, 2026 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર આકૃતિ અગરવાલ સાથે પૃથ્વી શૉ છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં હતો

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સગાઈના રોમૅન્ટિક ફોટો શૅર કર્યા છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં વાપસી કરતાં પહેલાં ભારતીય બૅટર પૃથ્વી શૉએ જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેણે ગઈ કાલે મુંબઈ સ્થિત પોતાના ઘરે નજીકના ફ્રેન્ડ્સ અને ફૅમિલીના સભ્યો વચ્ચે ગર્લફ્રેન્ડ આકૃતિ અગરવાલ સાથે સગાઈ કરી હતી. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સગાઈના રોમૅન્ટિક ફોટો શૅર કરીને પૃથ્વી શૉએ લખ્યું કે મેદાન પર છગ્ગા મારવાથી લઈને મેદાનની બહાર જીવનભર હિટ થવા સુધી એ મારી પર્ફેક્ટ ઇનિંગ્સ છે.

ઍક્ટ્રેસ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર આકૃતિ અગરવાલ સાથે પૃથ્વી શૉ છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં હતો. બન્નેએ અગાઉ ગણેશોત્સવ સહિતના પ્રસંગો પર એકબીજા સાથે ફોટો શૅર કરીને પોતાના રિલેશનશિપના સંકેતો આપી દીધા હતા. છેલ્લી સીઝનમાં અનસોલ્ડ રહ્યા બાદ પૃથ્વી શૉ IPL 2026માં દિલ્હી કૅપિટલ્સ માટે ૭૫ લાખ રૂપિયામાં રમતો જોવા મળશે. ગયા વર્ષે જ તેણે મુંબઈની ડોમેસ્ટિક ટીમને છોડીને મહારાષ્ટ્ર માટે રમવાનું શરૂ કર્યું હતું. 

prithvi shaw celebrity wedding relationships cricket news sports sports news