બરોળની ઇન્જરીથી લગભગ ૭ કિલો વજન ઘટ્યું હતું, વજન પાછું મેળવવા ઘણી મહેનત કરી : શ્રેયસ ઐયર

22 March, 2026 07:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

IPL 2026માં પંજાબ કિંગ્સ ૬ રનથી ફાઇનલ મૅચ હારીને પોતાની પહેલી ટ્રોફી જીતવાનું ચૂકી ગયું હતું.

પંજાબ કિંગ્સની ઑફિશ્યલ જર્સી-લૉન્ચ ઇવેન્ટમાં શ્રેયસ ઐયર સાથે જોડાયો હતો અર્શદીપ સિંહ.

ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામે સિડની વન-ડે દરમ્યાન થયેલી બરોળની ઇન્જરી વિશે શ્રેયસ ઐયરે મોટો ખુલાસો કર્યો છે. તે કહે છે કે ‘ઇન્જરી પછી કમબૅક કરવું હંમેશાં પડકારજનક હોય છે. મેં લગભગ ૭ કિલો જેટલું વજન ઘટાડ્યું હતું અને એ વજન પાછું મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. મને આનંદ છે કે મેં મારા જીવનના એ પાર્ટને પાર કર્યો અને હું ગર્વથી અહીં ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.’ પંજાબ કિંગ્સના ફૅન્સ તરફથી મળેલા ‘સરપંચસાબ’ના ટૅગ વિશે કૅપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું હતું કે ‘અપેક્ષાઓ ઊંચી છે અને એની જ મજા છે. મને પડકાર ગમે છે. મારી નજર ટ્રોફી પર છે.’ IPL 2026માં પંજાબ કિંગ્સ ૬ રનથી ફાઇનલ મૅચ હારીને પોતાની પહેલી ટ્રોફી જીતવાનું ચૂકી ગયું હતું.

shreyas iyer punjab kings cricket news IPL 2026 sports sports news