02 November, 2026 03:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પી.વી. સિંધુ
ભારતીય શટલર પી.વી. સિંધુએ ગઈ કાલે જર્મનીની હાયલો ઓપન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. જુલાઈમાં જપાન ઓપન જીત્યા પછી પી.વી. સિંધુનું આ સીઝનનું બીજું ટાઇટલ છે.
સિંધુએ ફાઇનલ મૅચમાં ડેનમાર્કની પ્લેયર સામે ૨૧-૧૨, ૨૧-૧૪ થી જીત નોંધાવી હતી. ભારતે ૬ સીઝન પછી આ ટુર્નામેન્ટમાં કોઈ ટાઇટલ જીત્યું છે. પી.વી. સિંધુ હાયલો ઓપનમાં સિંગલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ બની છે. અગાઉ ભારતે મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં ઓછામાં ઓછું એક ટાઇટલ જીત્યું હતું.