અફઘાનિસ્તાન માટે ૪૮ બૉલમાં રેકૉર્ડ સદી ફટકારવાનું શ્રેય રહમાનુલ્લા ગુરબાઝે ભારતીય કોચ ગૌતમ ગંભીરને આપ્યું

15 June, 2026 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રહમાનુલ્લા ગુરબાઝે કહ્યું કે ‘ટેસ્ટ-મૅચ પછી ગૌતમ ગંભીર સર સાથે મારી ખૂબ સારી વાતચીત થઈ

રહમાનુલ્લા ગુરબાઝ, ગૌતમ ગંભીર

ભારત સામેની પહેલી વન-ડે મૅચમાં ૪૮ બૉલમાં સદી ફટકારનાર ઓપનર રહમાનુલ્લા ગુરબાઝે ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર વિશે મોટું નિવેદન આપ્યું છે. રહમાનુલ્લા ગુરબાઝે કહ્યું કે 
‘ટેસ્ટ-મૅચ પછી ગૌતમ ગંભીર સર સાથે મારી ખૂબ સારી વાતચીત થઈ. તેમની સાથેની ચર્ચાએ મને ખરેખર મદદ કરી. મેં નેટ-સેશન દરમ્યાન તેમના વિચારો પર કામ કર્યું અને હું તેમના માર્ગદર્શન બદલ ખૂબ આભારી છું.’

રહમાનુલ્લા ગુરબાઝે વધુમાં કહ્યું હતું કે ‘ગૌતમ ગંભીરે મને શૉટ સિલેક્શનમાં સુધારો કરવા માટે સકારાત્મક આઇડિયા આપ્યા. આજે હું તેમના આઇડિયા અનુસાર મારી રમત રમ્યો હતો. મને મારી તાલીમ અને તૈયારી પર વિશ્વાસ છે. હું સખત મહેનત કરું છું અને આ ઇનિંગ્સ એ સખત મહેનતનું પરિણામ છે.’ રહમાનુલ્લા ગુરબાઝે અફઘાનિસ્તાન માટે ૪૮ બૉલમાં ફાસ્ટેસ્ટ વન-ડે સદી ફટકારી હતી. 

56.25 - ૯ વન-ડે સદી ફટકારનાર રહમાનુલ્લા ગુરબાઝ વન-ડેમાં ફિફ્ટીને સેન્ચુરી સુધી પહોંચાડવાનો આટલો સારો કન્વર્ઝન-રેટ ધરાવે છે. 

અફઘાનિસ્તાન માટે સૌથી ફાસ્ટેસ્ટ વન-ડે સદી ફટકારનાર બૅટર્સ 
૨૦૨૬માં ભારત સામે રહમાનુલ્લા ગુરબાઝ    ૪૮ બૉલ
૨૦૧૦માં સ્કૉટલૅન્ડ સામે મોહમ્મદ શહઝાદ    ૭૨ બૉલ
૨૦૧૨માં નેધરલૅન્ડ્સ સામે કરીમ સાદિક    ૭૨ બૉલ
૨૦૧૩માં સ્કૉટલૅન્ડ સામે નવરોઝ મંગલ    ૮૫ બૉલ
૨૦૧૯માં આયરલૅન્ડ સામે મોહમ્મદ શહઝાદ    ૮૫ બૉલ

ભારત સામે ફાસ્ટેસ્ટ વન-ડે સદી ફટકારનાર ખેલાડીઓ 
૨૦૦૫માં પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી    ૪૫ બૉલ
૨૦૨૬માં અફઘાનિસ્તાનનો રહમાનુલ્લા ગુરબાઝ    ૪૮ બૉલ
૨૦૧૩માં ઑસ્ટ્રેલિયાનો જેમ્સ ફૉકનર    ૫૭ બૉલ
૨૦૧૫માં સાઉથ આફ્રિકાનો એ. બી. ડિવિલિયર્સ    ૫૭ બૉલ 
૨૦૨૩માં ન્યુ ઝીલૅન્ડનો માઇકલ બ્રેસવેલ    ૫૭ બૉલ 

sports news sports gautam gambhir cricket news indian cricket team afghanistan