09 November, 2026 03:50 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
શારજાહમાં આયોજિત બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચનો આજે નિર્ણાયક દિવસ છે. ઝિમ્બાબ્વેના ૫૦૪ રન સામે અફઘાનિસ્તાને પહેલી ઇનિંગ્સમાં સેદીકુલ્લા અટલના ૧૦૫ રન, રહમાનુલ્લાહના ૧૧૩ રન અને કૅપ્ટન રહમત શાહના ૧૭૩ રનની મદદથી ૧૬૯.૪ ઓવરમાં ૫૧૪-૧૦નો સ્કોર કર્યો હતો.
ચોથા દિવસના અંતે ઝિમ્બાબ્વેની ટીમે બ્રૅન્ડન ટેલરના ૮૨ રન અને બ્રાયન બેનેટના અણનમ ૪૯ રનની મદદથી ૪૦ ઓવરમાં ૧૬૪-૩નો સ્કોર કર્યો હતો. સ્પિનર ઝિયા-ઉર-રહેમાને ૩૮ રનની અંદર બન્ને ઓપનર્સની વિકેટ લીધી હતી.