રાજસ્થાનના પ્રૅક્ટિસ-કૅમ્પમાં હેડ કોચ રાહુલ દ્રવિડ ઇન્જર્ડ હોવા છતાં પહોંચ્યો

15 March, 2025 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૩ માર્ચની બપોરે હૈદરાબાદમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પોતાના IPL અભિયાનની શરૂઆત કરશે.

હેડ કોચ રાહુલ દ્રવિડ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રાહુલ દ્રવિડ થોડા સમય પહેલાં બૅન્ગલોરમાં પોતાના દીકરા સાથે ક્લબ-ક્રિકેટ રમતાં ઇન્જર્ડ થયો હતો. થોડા સમય માટે આરામ કર્યા બાદ તે રાજસ્થાન રૉયલ્સના પ્રૅક્ટિસ કૅમ્પમાં હેડ કોચની ડ્યુટી માટે પહોંચી ગયો હતો.

ઇન્જર્ડ પગની સાથે તેને ચાલવા માટે ​સ્ટિકનો સહારો લેવા પડ્યો હતો. ૨૩ માર્ચની બપોરે હૈદરાબાદમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પોતાના IPL અભિયાનની શરૂઆત કરશે.

rahul dravid indian premier league IPL 2025 rajasthan royals cricket news sports news sports