રાહુલ ત્રિપાઠીની ત્રીજી હાફ સેન્ચુરી

18 May, 2022 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદની ટીમમાં શશાંક સિંહના સ્થાને પ્રિયમ ગર્ગને તથા માર્કો યેન્સેનના સ્થાને અફઘાનના પેસ બોલર ફઝલ ફારુકીને રમવા મળ્યું હતું.

રાહુલ ત્રિપાઠીની ત્રીજી હાફ સેન્ચુરી

વાનખેડેમાં ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે વનડાઉન બૅટર રાહુલ ત્રિપાઠી (૭૬ રન, ૪૪ બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર)ની આ સીઝનની ત્રીજી હાફ સેન્ચુરીની મદદથી ૬ વિકેટે ૧૯૩ રન બનાવીને રોહિત ઍન્ડ કંપનીને ૧૯૪ રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો હતો. ઓપનર પ્રિયમ ગર્ગે (૪૨ રન, ૨૬ બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને નિકોલસ પૂરને (૩૮ રન, બાવીસ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)નાં પણ મહત્ત્વનાં યોગદાન હતાં. મુંબઈ વતી પેસ બોલર રમણદીપ સિંહે માત્ર ૨૦ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ગર્ગ-રાહુલ વચ્ચે ૭૮ રનની ભાગીદારી થઈ હતી.
મુંબઈની ટીમમાં રિતિક શોકીન અને કુમાર કાર્તિકેયના સ્થાને મયંક માર્કન્ડે અને સંજય યાદવને ઇલેવનમાં સમાવવામાં આવ્યા હતા. હૈદરાબાદની ટીમમાં શશાંક સિંહના સ્થાને પ્રિયમ ગર્ગને તથા માર્કો યેન્સેનના સ્થાને અફઘાનના પેસ બોલર ફઝલ ફારુકીને રમવા મળ્યું હતું.

sports news sports cricket news