આજે પંજાબ હારે તો આઉટ, કાલે રાજસ્થાન જીતે તો બીજા બધા આઉટ

23 May, 2026 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંતિમ પ્લેઑફ સ્પૉટ માટે રાજસ્થાન, પંજાબ, કલકત્તા અને દિલ્હી વચ્ચે બરાબરની રસાકસી...

આજે પંજાબ હારે તો આઉટ, કાલે રાજસ્થાન જીતે તો બીજા બધા આઉટ

સતત ત્રીજી સીઝનમાં ચેન્નઈ પ્લેઑફની રેસમાંથી બહાર થતાં ટૉપ ફોરના અંતિમ સ્થાન માટે ચાર ટીમ વચ્ચે હવે બરાબરની રસાકસી જોવા મળશે. રિયાન પરાગની રાજસ્થાન રૉયલ્સ, શ્રેયસ ઐયરની પંજાબ કિંગ્સ, અજિંક્ય રહાણેની કોલકાતા નાઇટ રાઇડર્સ અને અક્ષર પટેલની દિલ્હી કૅપિટલ્સ ટીમ હજી પણ પ્લેઑફની રેસમાં ટકી રહી છે. પોતાની અંતિમ એક-એક મૅચ જીતીને રાજસ્થાન ૧૬ પૉઇન્ટ, પંજાબ ૧૫ પૉઇન્ટ, કલકત્તા ૧૫ પૉઇન્ટ અને દિલ્હી ૧૪ પૉઇન્ટ સુધી પહોંચી શકશે.

જો રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રૉયલ્સને હરાવશે તો પંજાબ અને કલકત્તાને પોતાની અંતિમ મૅચ સારા નેટ રન-રેટ સાથે જીતીને પ્લેઑફમાં શાનદાર એન્ટ્રી કરવાની તક મળશે. જો રાજસ્થાન, પંજાબ પોતાની અંતિમ મૅચ હારશે તો લીગ-સ્ટેજની ૭૦મી અને અંતિમ મૅચમાં દિલ્હી પાસે કલકત્તાને હરાવીને પ્લેઑફમાં પહોંચવાની જોરદાર તક મળશે. જોકે રાજસ્થાન પોતાની અંતિમ મૅચ જીતશે તો પંજાબ, કલકત્તા અને દિલ્હીની પ્લેઑફની આશા પર પાણી ફરી વળશે.

પ્લેઑફ માટે લીગ-સ્ટેજની અંતિમ મૅચો બનશે નિર્ણાયક

૨૩ મે

લખનઉ VS પંજાબ

૨૪ મે

મુંબઈ VS રાજસ્થાન

૨૪ મે

કલકત્તા VS દિલ્હી

 

punjab kings kolkata knight riders delhi capitals rajasthan royals IPL 2026 cricket news sports news