ધીરે-ધીરે રે મના, ધીરે-ધીરે સબ કુછ હોય માલી સીંચે સૌ ઘડા, ઋતુ આયે ફલ હોય

30 June, 2026 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન રૉયલ્સે વૈભવ સૂર્યવંશીનો ઉત્સાહ વધારતી પોસ્ટ શૅર કરી

રાજસ્થાન રૉયલ્સે શૅર કરેલી પોસ્ટ

રાજસ્થાન રૉયલ્સે હાલમાં વૈભવ સૂર્યવંશીનો ઉત્સાહ વધારવા માટે સુંદર પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં વૈભવ સૂર્યવંશી ન રમતો હોવા છતાં આયરલૅન્ડના સ્ટેડિયમમાં તેના માટે સરસ પોસ્ટર બનાવીને આવેલા ફૅન્સ જોવા મળ્યા હતા.

રાજસ્થાન રૉયલ્સે એક AI-જનરેટેડ ફોટોમાં રાજસ્થાન માટે રમતા અને ભારત માટે રમવા તૈયાર વૈભવને દર્શાવીને લખ્યું હતું, ‘ધીરે-ધીરે રે મના, ધીરે-ધીરે સબ કુછ હોય, માલી સીંચે સૌ ઘડા, ઋતુ આયે ફલ હોય.’ આ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું, ‘સમય આવશે ત્યારે તેને તક મળશે.’

ભારતીય ટીમ-મૅનેજમેન્ટે વૈભવના સંદર્ભમાં કહ્યું હતું કે ‘વૈભવ સૂર્યવંશી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે એમાં કોઈ શંકા નથી. ભલે વૈભવ તૈયાર છે અને અમે બધા તેને રમતો જોવા માટે ઉત્સાહિત છીએ, પણ તેણે બીજા બધાની જેમ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને યોગ્ય સમયની રાહ જોવી પડશે. તેની ક્ષમતા અને તૈયારી પર કોઈ પ્રશ્ન નથી.’

vaibhav sooryavanshi rajasthan royals indian premier league IPL 2026 india indian cricket team team india cricket news sports sports news