14 May, 2026 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅકનીલ નોરોન્હા
જમણા પગમાં ફ્રૅક્ચરને લીધે આ સીઝનમાંથી બહાર થઈ ગયેલા ઑલરાઉન્ડર રામક્રિષ્ન ઘોષને બદલે ચેન્નઈ સુપર કિંગ્સે કર્ણાટકના ૨૪ વર્ષના ઑલરાઉન્ડર મૅકનીલ નોરોન્હાને ટીમમાં સામેલ કયોર઼્ છે. નાશિકમાં જન્મેલો ૨૮ વર્ષનો રામક્રિષ્ન ઘોષ ત્રીજી મેએ મુંબઈ સામેની તેની ડેબ્યુ મૅચમાં ઇન્જર્ડ થઈ ગયો હતો. એ મૅચમાં તેણે ૩ ઓવરમાં ૨૪ રન આપીને સૂર્યકુમાર યાદવની વિકેટ લીધી હતી. નોરોન્હાને તેની બેઝ-પ્રાઇસ ૩૦ લાખ રૂપિયામાં રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કરવામાં આવ્યો છે. ક્રિકેટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ યોજાયેલા નમન અવૉર્ડ્સ કાર્યક્રમમાં નોરોન્હાને ૨૦૨૪-૨૫ની સીઝનમાં કર્નલ સી. કે. નાયડુ ટ્રોફી (અન્ડર-૨૩)માં સૌથી વધુ રન બનાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યો હતો.