રણજી ટ્રોફીની સેમી‍-ફાઇનલમાં ટકરાશે કર્ણાટક સામે ઉત્તરાખંડ અને બંગાળ સામે જમ્મુ ઍન્ડ કાશ્મીર

11 February, 2026 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડ પ્રથમ વાર સેમી-ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે આંધ્ર પ્રદેશને એક ઇનિંગ્સ અને ૯૦ રનથી હરાવીને બંગાળે રણજી ટ્રોફીમાં સેમી-ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ સાથે બન્ને સેમી-ફાઇનલની લાઇનઅપ ગોઠવાઈ ગઈ હતી. રવિવારથી શરૂ થનારી સેમી-ફાઇનલમાં કર્ણાટક અને ઉત્તરાખંડ તથા બંગાળ અને જમ્મુ ઍૅન્ડ કાશ્મીર વચ્ચે જંગ જામશે. ઉત્તરાખંડ પ્રથમ વાર સેમી-ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યું છે.

પહેલી ઇનિંગ્સમાં ૩૩૪ રનથી પાછળ પડ્યા બાદ આંધ્ર પ્રદેશ ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં ૨૪૪ રનમાં ઑલઆઉટ થઈ જતાં બંગાળ મહાજીત સાથે સેમી-ફાઇનલમાં પહોંચી ગયું હતું. આ પહેલાં સોમવારે મુંબઈને હરાવીને કર્ણાટક, ઝારખંડને હરાવીને ઉત્તરાખંડ તથા મધ્ય પ્રદેશને હરાવીને જમ્મુ ઍૅન્ડ કાશ્મીરે સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ranji trophy champions ranji trophy cricket news sports sports news uttarakhand bengal jammu and kashmir karnataka