28 February, 2025 11:47 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
કેરલાનો આદિત્ય સરવટે ૬૬ રન કરીને હજી રમતમાં છે.
નાગપુરમાં રમાઈ રહેલી પાંચ દિવસની રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ની ફાઇનલના બીજા દિવસના અંતે કેરલાનો સ્કોર ૩ વિકેટે ૧૩૧ હતો. એ પહેલાં વિદર્ભની ટીમ ૩૭૯ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. પહેલા દિવસે ૪ વિકેટે ૨૫૪ રન બનાવનાર વિદર્ભની ટીમ ગઈ કાલે પોતાના સ્કોરમાં માત્ર ૧૨૫ રન ઉમેરી શકી હતી. વિદર્ભની ટીમ ગઈ સીઝનમાં પણ ફાઇનલિસ્ટ હતી અને મુંબઈ સામે હારીને રનરઅપ રહી હતી.