મુંબઈએ ૭૩ રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ બે સદીના આધારે હિમાચલ સામે કમબૅક કર્યું

09 November, 2025 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુશીર ખાન અને સિદ્ધેશ લાડની સદીની મદદથી મુંબઈનો સ્કોર ૨૮૯/૫ થયો

ઓપનર મુશીર ખાને સદી ફટકાર્યા બાદ કરી શાનદાર ઉજવણી.

ગઈ કાલે MCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુંબઈ-હિમાચલ પ્રદેશ વચ્ચે ચોથા રાઉન્ડની રણજી મૅચ શરૂ થઈ હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરીને મુંબઈએ ૮૮ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૮૯ રન કર્યા હતા. ૨૬.૧ ઓવરમાં ૭૩ રનમાં ચાર વિકેટ ગયા બાદ મુંબઈએ બે વ્યક્તિગત સદીના આધારે કમબૅક કર્યું હતું.

ઓપનર મુશીર ખાને ૧૬૨ બૉલમાં ૧૪ ફોર ફટકારીને ૧૧૨ રનની ઇનિંગ્સ રમી હતી. છઠ્ઠા ક્રમે રમી સિદ્ધેશ લાડે દિવસના અંત સુધીમાં ૨૦૭ બૉલમાં ૧૪ ફોર અને એક સિક્સરના આધારે ૧૦૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. સ્ટાર બૅટર્સ આયુષ મ્હાત્રે આઠ બૉલમાં નવ, અજિંક્ય રહાણે ૧૭ બૉલમાં બે અને સરફરાઝ ખાન ૫૭ બૉલમાં ૧૬ રન જ કરી શક્યા હતા. 

sports news sports ranji trophy cricket news indian cricket team