✕

મુંબઈ સામે ૮૯ રનમાં ૭ વિકેટ ગુમાવનાર હિમાચલ પ્રદેશ ૧૪૦ રનમાં જ ઑલઆઉટ

19 October, 2026 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈએ પહેલા દિવસના અંતે ૧૦૭-૨નો સ્કોર કર્યો, બિલાસપુરમાં ગઈ કાલે યજમાન હિમાચલ પ્રદેશ સામે મુંબઈએ બીજા રાઉન્ડની મૅચ રમવાની શરૂઆત કરી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર હિમાચલ પ્રદેશ પહેલી ઇનિંગ્સમાં ૩૯.૫ ઓવર રમીને ૧૪૦ રનમાં ઑલઆઉટ થયું હતું.

મુંબઈ સામે ૮૯ રનમાં ૭ વિકેટ ગુમાવનાર હિમાચલ પ્રદેશ ૧૪૦ રનમાં જ ઑલઆઉટ

બિલાસપુરમાં ગઈ કાલે યજમાન હિમાચલ પ્રદેશ સામે મુંબઈએ બીજા રાઉન્ડની મૅચ રમવાની શરૂઆત કરી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર હિમાચલ પ્રદેશ પહેલી ઇનિંગ્સમાં ૩૯.૫ ઓવર રમીને ૧૪૦ રનમાં ઑલઆઉટ થયું હતું. પહેલા દિવસના અંતે મુંબઈએ ૩૬ ઓવરમાં ૧૦૭-૨નો સ્કોર કર્યો હતો. હિમાચલ પ્રદેશે ૨૫.૨ ઓવરમાં ૮૯ રનના સ્કોર પર ૭  વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ ૧૩.૫ ઓવરમાં ૪૬ રન આપીને ૪ વિકેટ લીધી હતી.

શુભમન ગિલ ૧ રન પર, પ્રિયાંશ આર્ય ૧૯૯ રન પર આઉટ; રિન્કુ સિંહે સતત બીજી સેન્ચુરી ફટકારી, આયુષ બદોની પણ બન્યો શતકવીર
 ન્યુ ચંડીગઢમાં છત્તીસગઢ સામેની મૅચમાં પંજાબે કૅપ્ટન ઉદય સહરાનના અણનમ ૧૦૬ રન અને પ્રભસિમરન સિંહના ૬૨ રનની મદદથી ૯૦ ઓવરમાં ૨૬૯-૪નો સ્કોર કર્યો હતો. નવી રણજી સીઝનમાં પહેલી મૅચ રમી રહેલો ભારતનો ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ પાંચ બૉલમાં એક રન કરીને સ્પિનર અજય મંડલ સામે બોલ્ડ થયો હતો. 
 યજમાન દિલ્હીએ પહેલા દિવસે ગુજરાત સામે ૯૦ ઓવરમાં ૩૮૧-૪નો સ્કોર ખડકી દીધો હતો. પ્રિયાંશ આર્યએ માત્ર ૧૨૫ બોલમાં પોતાની પ્રથમ ફર્સ્ટ-ક્લાસ સદી પૂરી કરી. જોકે તેની ઇનિંગ્સ નિરાશાજનક રીતે સમાપ્ત થઈ, કારણ કે તે ૧૯૯ રન પર આઉટ થઈ ગયો. કૅપ્ટન આયુષ બદોનીએ ૧૪૯ બૉલમાં અણનમ ૧૦૫ રન કર્યા હતા. 
 ગોવા સામે રિન્કુ સિંહે એકલા હાથે ઉત્તર પ્રદેશને ૧૩૭-૯ના સ્કોર પરથી ૨૦૨ રન સુધી પહોંચાડ્યું. પાંચમા ક્રમે રમીને રિન્કુ સિંહે ૧૮૬ બૉલમાં ૧૧ ફોર, બે સિક્સની મદદથી અણનમ ૧૧૮ રન કર્યા હતા. બિહાર સામેની પહેલી મૅચમાં તેણે ૧૧૨ રન કર્યા હતા. 
 સર્વિસિસના ઑફ-સ્પિનર ​​પુલકિત નારંગે પાંચ વિકેટ ઝડપીને પશ્ચિમ બંગાળની બૅટિંગ લાઇનઅપને તોડી નાખી હતી. પરિણામે બંગાળની ટીમ ૫૪ ઓવરમાં ૧૮૪ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. આ મૅચ માટે મોહમ્મદ શમીને આરામ અપાયો હોવા છતાં બંગાળના બોલિંગ યુનિટે ૩૪ ઓવરમાં ૮૩ રનના સ્કોરે પાંચ વિકેટ પાડી દીધી હતી. 
 યજમાન બરોડા સામે બિહારની ટીમ ૫૩ ઓવરમાં ૧૬૬ રને ઑલઆઉટ થઈ હતી. ફાસ્ટ બોલર રાજ લિમ્બાણીએ બરોડા માટે ટૉપ ઑર્ડરની 3 સહિત કુલ ૪ વિકેટ લીધી હતી.

shubman gill cricket news sports sports news mumbai news himachal pradesh rinku singh ranji trophy