સાઉથ આફ્રિકા-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેનું દુર્લભ ડબલ હેડર બે મૅચ બાદ ૧-૧થી લેવલ થયું

18 March, 2026 02:56 PM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

૬૮ રનની જીત સાથે T20 વર્લ્ડ કપની રનર-અપ ટીમ ન્યુ ઝીલૅન્ડે સિરીઝની સ્કોરલાઇન લેવલ કરી હતી.

કિવી ઓપનર ઓપનર ડેવોન કૉન્વેએ ૪૯ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સ ફટકારીને ૬૦ રન કર્યા હતા કૅયલા રેનેકે સાઉથ આફ્રિકાની મહિલા ટીમ માટે ૯ બૉલમાં બે ફોર અને ૩ સિક્સ ફટકારીને ૨૮ રન કર્યા હતા.

ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકાની મેન્સ-વિમેન્સ ટીમ વચ્ચે હાલમાં પાંચ T20 મૅચની સિરીઝ સાથે દુર્લભ ડબલ હેડર ચાલી રહી છે. આ સિરીઝમાં મેન્સ અને વિમેન્સ ટીમ એક દિવસે સવારે અને બપોરે એક જ ગ્રાઉન્ડ પર મૅચ રમી છે. બે મૅચ બાદ મેન્સ અને વિમેન્સ બન્ને ટીમની સિરીઝ ૧-૧થી લેવલ થઈ છે. સવારે સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે ૧૭૭ રન કર્યા હતા. તઝમીન બ્રિટ્સે ૨૮ બૉલમાં બાવન રન અને કૅયલા રેનેકે ૯ બૉલમાં ૨૮ રન ફટકારીને મોટો સ્કોર કર્યો હતો. જવાબમાં મેલી કેરની ન્યુ ઝીલૅન્ડ ટીમ ૧૯.૧ ઓવરમાં ૧૫૯ રને ઢેર થતાં સાઉથ આફ્રિકાએ ૧૮ રનની જીત સાથે સિરીઝમાં બરાબરી કરી લીધી છે. યજમાન ન્યુ ઝીલૅન્ડના મેન્સ ટીમના ઓપનર ડેવોન કૉન્વેએ ૪૯ બૉલમાં પાંચ ફોર અને બે  સિક્સ ફટકારીને ૬૦ રનની મદદથી ટીમનો સ્કોર ૧૭૫-૬ કર્યો હતો. જવાબમાં કેશવ મહારાજ ઍન્ડ કંપની ૧૫.૨ ઓવપમાં ૧૦૭  રન જ કરી શકી હતી. ૬૮ રનની જીત સાથે T20 વર્લ્ડ કપની રનર-અપ ટીમ ન્યુ ઝીલૅન્ડે સિરીઝની સ્કોરલાઇન લેવલ કરી હતી.

new zealand south africa cricket news sports news sports