01 July, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિ શાસ્ત્રી, શુભમન ગિલ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલને જોરદાર સમર્થન આપ્યું છે. તે કહે છે કે ‘શુભમન ગિલ ઘણો પરિપક્વ થઈ ગયો છે. તેને ત્રણ વર્ષ સુધી ટીમમાં રહેવા દો. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ગમે એ થાય, તેનામાં કોઈ ફેરફાર કરશો નહીં. ત્રણ વર્ષ સુધી તેની સાથે રહો અને મને લાગે છે કે તે તમારા માટે સારું કરશે.’
WTC ફાઇનલના વેન્યુ વિશે શું કહ્યું?
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ત્રણેય સીઝનની ફાઇનલ મૅચ હમણાં સુધી ઇંગ્લૅન્ડમાં જ રમાઈ છે. એના વિશે વાત કરતાં રવિ કહે છે કે ‘મને લાગે છે કે શરૂઆતમાં ફાઇનલ મૅચ અહીં (ઇંગ્લૅન્ડમાં) હોય તો સારું છે, પણ ટુર્નામેન્ટને લોકપ્રિયતા અને પ્રશંસા મળે પછી એને બદલવાનું શરૂ કરી શકાય છે. મને લાગે છે કે ઑસ્ટ્રેલિયાનું મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ અને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ ફાઇનલ-મૅચ માટે બેસ્ટ વેન્યુ બની શકે છે. મૂળભૂત રીતે એવી જગ્યાઓ જ્યાં તમે ભીડ ખેંચી શકો છો.’