રવિ શાસ્ત્રીએ ક્રિકેટના મેદાન પર ઇંગ્લૅન્ડના ફુટબૉલર જૂડ બેલિંગમનું ગ્રૅન્ડ વેલકમ કર્યું, ઑટોગ્રાફ પણ લીધો

03 August, 2026 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ હન્ડ્રેડ દરમિયાન બર્મિંગમ ફીનિક્સના માલિક જૂડ બેલિંગહમનું રવિ શાસ્ત્રીએ IPL સ્ટાઇલમાં ભવ્ય સ્વાગત કર્યું. શાસ્ત્રીએ મજાકમાં કહ્યું કે દીકરી માટે તેણે બેલિંગહમના ઑટોગ્રાફ પણ લઈ લીધા.

જુડ બેલિંગહામ અને રવિ શાસ્ત્રી

ધ હન્ડ્રેડ નામની ઇંગ્લૅન્ડની ક્રિકેટ લીગની ટીમ બર્મિંગમ ફીનિક્સના માલિક એવા અંગ્રેજ ફુટબૉલર જૂડ બેલિંગમે ક્રિકેટના મેદાન પર એન્ટ્રી કરી હતી. એજબૅસ્ટનમાં બર્મિંગમ ફીનિક્સની પુરુષો અને મહિલાઓની મૅચ જોવા આવેલા આ ૨૩ વર્ષના સ્ટાર ખેલાડીનું ટૉસ સમયે ભારતીય કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ ગ્રૅન્ડ વેલકમ કર્યું હતું. 
IPL સ્ટાઇલમાં આપવામાં આવેલા રવિ શાસ્ત્રીના આ સ્વાગતથી જૂડ બેલિંગમ પ્રભાવિત થયો હતો અને એ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો હતો. રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો કે ‘મેં તેની પાસેથી કૅપ અને બૉલ પર ઑટોગ્રાફ લઈ લીધો છે, નહીં તો મારી દીકરી મને ઘરમાં એન્ટ્રી નહીં આપશે.’ 

sports news sports cricket news ravi shastri england