06 April, 2026 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સર જાડેજાએ દિલધડક જીત બાદ રોબો-ડૉગ ચંપક સાથે મશ્કરી કરી
શનિવારે ડબલ-હેડરની બીજી મૅચમાં રાજસ્થાને ૬ રને ગુજરાત સામે દિલધડક મૅચ જીતી હતી. આ જીત બાદ રવીન્દ્ર જાડેજા અમદાવાદના સ્ટેડિયમમાં હળવા મૂડમાં જોવા મળ્યો હતો. અન્ય પ્લેયર્સ સાથે હાથ મિલાવતાં પહેલાં તેણે મેદાન પર ફરતાં રોબો-ડૉગ ચંપકને પગથી પકડીને ખભા પર મૂકી દીધો હતો. મસ્તીખોર રવીન્દ્ર જાડેજાની મશ્કરીનો આ વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ધૂમ મચાવી રહ્યો છે.