અમેરિકન ચાહકોને આકર્ષવા માટે રમતને ક્રિકેટ નહીં પણ T20 કહો : રિકી પૉન્ટિંગ

06 September, 2026 10:23 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

રિકી પૉન્ટિંગનું માનવું છે કે અમેરિકામાં ક્રિકેટનો વિકાસ ધીમો રહ્યો છે અને T20ના નામે બેઝબૉલના ચાહકો તથા યુવાનોને આ રમત તરફ આકર્ષી શકાય છે.

રિકી પૉન્ટિંગ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે અમેરિકન ચાહકોને ક્રિકેટ પ્રત્યે આકર્ષવા મામલે મોટું નિવેદન આપ્યું છે. મેજર લીગ ક્રિકેટમાં વૉશિંગ્ટન ફ્રીડમના હેડ કોચ તરીકે કામ કરનાર રિકી પૉન્ટિંગ માને છે કે અમેરિકામાં ક્રિકેટનો વિકાસ અપેક્ષા કરતાં ધીમો રહ્યો છે.
રિકી પૉન્ટિંગ કહે છે, ‘જો હું રમતને વેચવા અને પ્રમોટ કરવા માટે અહીં લાવી રહ્યો હોત તો હું એને ક્રિકેટ ન કહું. એનું નામ ફક્ત T20 તરીકે બદલી નાખવામાં આવવું જોઈએ. ક્રિકેટનું લેબલ ભૂલી જાઓ. દુનિયાના એવા ભાગોમાં જ્યાં યુવાનો આ રમત રમીને મોટા થયા નથી ત્યાં ક્રિકેટ સાંભળતાંની સાથે જ તેઓ લાંબી પાંચ દિવસની મૅચ વિશે વિચારે છે. ક્રિકેટની તુલના બેઝબૉલ સાથે કરો અને અમેરિકાનાં બાળકોને સમજાવો કે T20 મૅચમાં તમે ૧૫ સિક્સ મારી શકો છો, જ્યારે બેઝબૉલ રમતમાં તમને ઓછા હોમ-રન જોવા મળશે. આપણે અહીંનાં કેટલાંક બાળકોને બેઝબૉલથી દૂર T20 રમવા માટે પ્રેરિત કરી શકીએ છીએ.’

ricky ponting australia canberra t20 united states of america cricket news sports news sports