05 February, 2025 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅક કૅલિસ, રિકી પૉન્ટિંગ
રિકી પૉન્ટિંગે એક પૉડકાસ્ટમાં વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટર વિશે પોતાના વિચાર મૂકીને સૌને ચોંકાવી દીધા છે. તે ભારતના સચિન તેન્ડુલકરને કે ઑસ્ટ્રેલિયાના ડૉન બ્રૅડમૅનને શ્રેષ્ઠ ક્રિકેટર નથી માનતો, તેમના સ્થાને તેણે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સ્ટાર ઑલરાઉન્ડર જૅક કૅલિસને શ્રેષ્ઠ ક્રિકેટર ગણાવ્યો છે.
પૉડકાસ્ટમાં રિકી કહે છે, ‘જૅક કૅલિસ અત્યાર સુધીનો શ્રેષ્ઠ ક્રિકેટર છે. મને બીજા બધાની કોઈ પરવા નથી. ટેસ્ટ-ક્રિકેટમાં ૧૩,૦૦૦ રન, ૪૪ કે ૪૫ સદી અને લગભગ ૩૦૦ વિકેટ. તે બન્ને વિભાગનો પ્લેયર રહ્યો છે. તે જન્મજાત ક્રિકેટર છે. તે સ્લિપમાં હોય ત્યારે કંઈ છોડતો નથી. મને લાગે છે કે તે શ્રેષ્ઠ અને સૌથી ઓછો આંકવામાં આવતો (અન્ડરરેટેડ) ક્રિકેટર છે, કારણ કે તેના વિશે વધુ ચર્ચા થતી નથી. કદાચ તેના વ્યક્તિત્વને કારણે તેણે મીડિયા સાથે ઓછી ચર્ચા કરી છે.’