કિંગ ખાનની ટીમનો સુપર ફીલ્ડર બન્યો રિન્કુ સિંહ

04 April, 2026 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિનિશર રિન્કુ સિંહ IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે હાઇએસ્ટ ૪૧ આઉટફીલ્ડ કૅચ લેનાર ફીલ્ડર બન્યો છે. તેણે માત્ર ૬૧ મૅચમાં આ કમાલ કરી છે. અગાઉ આ રેકૉર્ડ ઍન્દ્રે રસેલના નામે હતો. તેણે ૧૩૩ મૅચમાં ૪૦ કૅચ પકડ્યા હતા.

રિન્કુ સિંહ

ગુરુવારે તેણે હૈદરાબાદના કૅપ્ટન ઈશાન કિશન અને પાવરહિટર અનિકેત વર્માનો કૅચ પકડ્યો હતો. રિન્કુ સિંહે ૨૦૨૨થી આ ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૩૬ કૅચ પકડ્યા છે. તેણે આ દરમ્યાન ૪૭ મૅચમાં માત્ર એક કૅચ છોડ્યો હતો. રિન્કુ સિંહના હાથમાં ૦.૬૮૩ની ઍવરેજથી પ્રતિ ઇનિંગ્સ કૅચ આવ્યા છે.

rinku singh kolkata knight riders IPL 2026 cricket news sports news