અજિંક્ય રહાણેની નિવૃત્તિ બાદ KKRની કમાન હવે ફિનિશર રિન્કુ સિંહને મળશે?

01 August, 2026 12:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અજિંક્ય રહાણેની તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ પછી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને ૨૦૨૭ની ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન માટે નવા કૅપ્ટનની જરૂર છે. ટીમનો વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહ અજિંક્ય રહાણેનું સ્થાન લેવા મજબૂત દાવેદાર છે. 

અજિંક્ય રહાણેની નિવૃત્તિ બાદ KKRની કમાન હવે ફિનિશર રિન્કુ સિંહને મળશે?

અજિંક્ય રહાણેની તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ પછી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને ૨૦૨૭ની ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન માટે નવા કૅપ્ટનની જરૂર છે. ટીમનો વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહ અજિંક્ય રહાણેનું સ્થાન લેવા મજબૂત દાવેદાર છે. 
રિન્કુ સિંહની આગેવાનીમાં મેરઠની ટીમ ઉત્તર પ્રદેશની UPT20 લીગમાં ૨૦૨૪માં ટાઇટલ જીતી હતી અને ૨૦૨૫માં રનર-અપ રહી હતી. મેરઠની ટીમ બે સીઝનમાં ૧૮માંથી ૧૩ મૅચો જીતી હતી. લિસ્ટ A ક્રિકેટમાં પણ રિન્કુ સિંહે ભુવનેશ્વર કુમારને સ્થાને ઉત્તર પ્રદેશની કૅપ્ટન્સી કરી છે.  
વેસ્ટ ઇન્ડીઝના સુનીલ નારાયણ અને રોવમૅન પૉવેલ પણ કૅપ્ટન બનવાની રેસમાં છે. કોલકાતા નાઇટ રાઇડર્સનું મૅનેજમેન્ટ ટ્રેડ દ્વારા કે ઑક્શનમાં પોતાના નવા કૅપ્ટનની શોધ કરી શકે છે. મુંબઈ ઇન્ડિયન્સ છોડવાની તૈયારી કરી રહેલો હાર્દિક પંડ્યા પણ કલકત્તા સાથે જોડાઈને કમાન સંભાળે એવા પણ અહેવાલ મળી રહ્યા છે.  

cricket news ajinkya rahane hardik pandya rinku singh uttar pradesh kolkata knight riders sports news sports