09 November, 2026 03:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રજત પાટીદાર
૧૯ નવેમ્બરથી કતરના દોહામાં શરૂ થનારા રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટેની ઇન્ડિયા Aની સ્ક્વૉડમાંથી વાઇસ-કૅપ્ટન રજત પાટીદારે નામ પાછું ખેંચ્યું છે. તિલક વર્માની આગેવાની હેઠળની ઇન્ડિયા Aની વન-ડે ટીમમાં રજત પાટીદારને વાઇસ-કૅપ્ટન તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.
રજત પાટીદારે ભારતીય ક્રિકેટ બોર્ડને જાણ કરી છે કે ‘હું અગાઉની ઇન્જરીમાંથી હજી સ્વસ્થ થઈ રહ્યો છું. મને ૫૦ ઓવરની મૅચો માટેની ટીમમાં સામેલ કરશો નહીં.’
સ્ક્વૉડમાં દિલ્હીના આયુષ બદોનીને સામેલ કરવામાં આવ્યો છે અને વાઇસ-કૅપ્ટનની જવાબદારી રિન્કુ સિંહને સોંપવામાં આવી છે.