28 April, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લેયર ઑફ ધ મૅચ સહિતના અવૉર્ડ સાથે રિન્કુ સિંહ, એકાના સ્ટેડિયમમાં કલકત્તાની ટીમના ઝંડા સાથે પ્રિયા સરોજ
શનિવારની થ્રિલર મૅચમાં રિન્કુ સિંહને સપોર્ટ કરવા એકાના સ્ટેડિયમમાં પહેલી વખત પ્રિયા સરોજ IPL મૅચ જોવા આવી હતી. લોકસભાની સંસદસભ્ય પ્રિયા સરોજ રિન્કુની ભાવિ પત્ની છે. તેણે રિન્કુ સિંહના શાનદાર પ્રદર્શનને દિવંગત સસરાને સમર્પિત કર્યું હતું.
કલકત્તાના ફિનિશર રિન્કુ સિંહે લખનઉ સામે અંતિમ ઓવરમાં ચાર સિક્સ ફટકારવાની સાથે ૫૧ બૉલમાં પોતાનો હાઇએસ્ટ ૮૩ રનનો IPL સ્કોર કર્યો હતો. તે ચાર કૅચ પકડીને પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો હતો. IPLની બે મૅચોમાં ચાર કૅચ પકડવાનો રેકૉર્ડ પણ રિન્કુ સિંહના નામે થયો છે. તેણે અગાઉ ૨૦૨૨માં ગુજરાત સામેની મૅચમાં કલકત્તા સામે ચાર કૅચ પકડયા હતા. ૨૦૨૪માં ડૅરિલ મિચલે ચેન્નઈ માટે અને ૨૦૨૧માં મોહમ્મદ નબીએ હૈદરાબાદ માટે એક મૅચમાં સૌથી વધુ પાંચ-પાંચ કૅચ પકડ્યા હતા.
એક IPL મૅચમાં ફિફટી ફટકારવાની સાથે ચાર પ્લસ કૅચ પકડનાર રિન્કુ સિંહ ચોથો પ્લેયર બન્યો છે. અગાઉ ૨૦૧૧માં જૅક કૅલિસે કલકત્તા માટે ડેક્કન ચાર્જર્સ સામે, વર્ષ ૨૦૨૨માં રાજસ્થાન તરફથી રિયાન પરાગે બૅન્ગલોર સામે અને ૨૦૨૪માં ડૅરિલ મિચલે ચેન્નઈ તરફથી હૈદરાબાદ સામે આવું પ્રદર્શન નોંધાવ્યું હતું.